રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ભીષણ ડ્રૉન વૉર, ૯૦૦ જેટલા ડ્રૉનથી હુમલાનો દાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026  |   2970

રશિયા પર યુક્રેનનો ૯૦૦ ડ્રોનથી મોટો હુમલો! મોસ્કોના ફ્યુઅલ ડેપોમાં આગ, ઝેપોરિઝ્ઝિયામાં રશિયાનો જવાબી હુમલો. મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. 

યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવી આશરે ૯૦૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયન દાવો છે. બીજી તરફ, યુક્રેનના દાવા અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તારમાં આવેલા મહત્વના ઇંધણ માળખા સુધી પહોંચ્યા હતા.મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાઓને કારણે તણાવ વધ્યો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારોને નિશાન બનાવી આશરે ૯૦૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયન દાવો છે. બીજી તરફ, યુક્રેનના દાવા અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ડ્રોન મોસ્કો વિસ્તારમાં આવેલા મહત્વના ઇંધણ માળખા સુધી પહોંચ્યા હતા. મોસ્કો નજીકના એક ફ્યુઅલ ડેપોમાં હુમલા બાદ આગ લાગી હોવાના અહેવાલ છે. સાથે જ રશિયાએ પણ યુક્રેનના ઝેપોરિઝ્ઝિયા સહિતના વિસ્તારોમાં જવાબી હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેન દ્વારા છોડવામાં આવેલા મોટા ભાગના ડ્રોનને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને દાવો કર્યાે કે સોમવારથી મંગળવાર દરમિયાન મોસ્કો પ્રાંતને નિશાન બનાવી આશરે ૬૫૦ ડ્રોન છોડવામાં આવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution