અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, સપ્ટેમ્બર 2026  |   2673

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ  અને ભારતીય તટરક્ષક દળ એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને ૫૨૬ કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થાે નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

બોટ પર સવાર ૫ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.ગુજરાત છ્જી ને બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજાે અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કર્યું હતું. ૨૫ સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો કર્યાે હતો. કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું.પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને ૩૦૦૦ કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution