વધુ પડતા ખાંડ-મીઠું અને ફેટ ધરાવતાં ફૂડ પેકેટ્સ પર અલગ નિશાન લગાવવું પડશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, નવેમ્બર 2026  |   1386

પેકેજ્ડ ફૂડ અને પીણાં ખરીદતા ગ્રાહકો માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વધુ ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ઉત્પાદનો માટે પેકેટની આગળની બાજુએ સ્પષ્ટ અને અલગ ચેતવણી લેબલ લગાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ ર્નિણયનો હેતુ ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ઉત્પાદનોની ઓળખ વધુ સરળ બનાવવાનો છે. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સૂચવ્યું છે કે એક જ સંયુક્ત ચેતવણીના બદલે વધુ પડતી માત્રામાં રહેલા દરેક પોષક તત્વ માટે અલગ ચેતવણી હોવી જાેઈએ. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણ ધરાવતા ઉત્પાદનો પર ““HIGH SUGAR”, “HIGH SALT”  અથવા “HIGH FAT” જેવા લેબલ દર્શાવવાના રહેશે. આ ચેતવણીઓ પેકેટના આગળના ભાગે લાલ રંગના ષટ્કોણ આકારમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે. તેનો હેતુ ગ્રાહકોને પેકેટ પાછળ આપવામાં આવેલા નાના અક્ષરોના ન્યુટ્રિશન ટેબલ પર ર્નિભર રહેવાની જરૂરિયાત ઘટાડવાનો છે.

કોર્ટના આદેશથી પેકેજ્ડ ફૂડ ઉત્પાદકો માટે પેકેજિંગ અને લેબલિંગમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં થઈ રહેલા લાંબા વિલંબ અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. ૩૬૫ દિવસના સ્વૈચ્છિક પાલનના પ્રસ્તાવ સામે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર આરોગ્યને વ્યાપારી હિતોથી ઉપર રાખવું જરૂરી છે. વધતી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વચ્ચે ફ્રન્ટ-ઓફ-પેક ચેતવણી ગ્રાહકોને વધુ માહિતગાર ર્નિણય લેવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આવા નિયમોને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે. આ ર્નિણયથી પેકેજ્ડ ફૂડ અને બેવરેજ કંપનીઓ પર લેબલિંગ અને પેકેજિંગ ખર્ચ વધવાની શક્યતા છે. જાેકે લાંબા ગાળે વધુ પારદર્શક લેબલિંગથી હેલ્થ-ફોકસ્ડ ઉત્પાદનોની માંગ વધે તો ઉદ્યોગમાં નવી પ્રોડક્ટ કેટેગરી અને ફોર્મ્યુલેશન માટે તકો ઊભી થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution