સતત બીજા દિવસે પણ ખાડીપૂરથી શહેરીજનો ત્રાહિમામ્
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   3465

સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાતા પાલિકાતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. સુરતની પરિસ્થિતિ થાળે પાડવામાં મનપા કમિશનર નાગરાજન વામણાં પુરવાર થયા હતાં જેના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક સુરતનાં પૂર્વ મનપા કમિશનર શાલિની અગ્રવાલને સુરત શહેરની કમાન સોંપી હતી. સરકારનાં આદેશને પગલે શાલિની અગ્રવાલે રાત્રે જ સુરત આવીને વરસાદ અને ખાડીપૂરથી બગડેલી બાજી સાંભળી લીધી હતી. ગુરુવારે સાંજ સુધીમાં સમગ્ર સુરત શહેરને ક્લીન કરી નાખવાની ખાતરી પણ શાલિની અગ્રવાલે આપી હતી.

સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુરતમાં ખાડીપૂર આવ્યું હતું. જેના કારણે શહેરની બદ્દતર હાલત થવા પામી હતી. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી અને બાદમાં ખાદીના પાણીનો ભરાવો થયો હતો. અનરાધાર વરસાદ બાદ સમગ્ર શહેરમાં પાણીનો ભરાવો થતા પાલિકા તંત્ર પર ભારે માછલા ધોવાયા હતા. સુરત મ્યુ.કમિશનર એમ. નાગરાજન શહેરની પરિસ્થિતિ સંભાળવામાં વામણાં પુરવાર થયા હતા જેના કારણે તાબડતોબ રાજ્ય સરકારમાંથી મનપાના પુર્વ કમિશનર રહી ચુકેલા તેમજ હાલમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર ફરજ બજાવી રહેલા શાલિની અગ્રવાલને મંગળવારે મોડી સાંજે ફોન કરી સુરત મોકલ્યા હતા. જેને પગલે તેઓ મોડી રાતે સુરત પહોંચ્યા હતા અને રાત્રે ૧ વાગ્યે સુધી મીટિંગોનો દોર ચાલ્યો હતો. ખાસ કરીને સંપુર્ણ રાતભર સુરત મનપા તંત્ર જેમાં ફાયર વિભાગથી લઈ તમામ કર્મચારીઓ, અધિકારીઓની ટીમ સાથે સાથે કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે મળીને સરકારમાંથી આવેલી એનડીઆરએફની ૨ તેમજ એસડીઆરએફની ૫ ટીમ મળીને રેસક્યુ કામગીરીમાં જાેતરાઈ હતી. શાલિની અગ્રવાલે વિવિધ વિભાગો સાથે મીટિંગો કરીને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બચાવ કામગીરી માટે જાેતરાયા હતા. શહેરમાં ખાબકેલા અતિભારે વરસાદને પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે દિવસભર તો ઠીક પણ સંપુર્ણ રાતભર એક્શન મોડમાં આવી પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વરસાદના કારણે શહેરમાં કુલ ૧૮૭ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેમાંથી મનપાની ટીમો દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ૧૨૭ સ્થળો પરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ૪૮ સ્થળો પર કામગીરી પ્રગતિમાં છે તેમ પુર્વ કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું. આ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરમાં દ્ગડ્ઢઇહ્લની ૪ અને જીડ્ઢઇહ્લની ૨ ટીમો તૈનાત કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા કુલ ૪૫૩૮ લોકોને સુરક્ષિત રીતે રાહત કેન્દ્રો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પાણી ઉતરતા પાલિકા દ્વારા સફાઈ અને હેલ્થ સર્વેલન્સની કામગીરી શરૂ કરાવામાં આવી છે. એસટીપી અને એસપીએસ પર ૧૩ ડિવોટરીંગ પંપ મુકી પાણી કાઢવા મુકાયા છે. શહેરના સીમાડા, ડીંડોલી, ગોડાદરા, ઉમરવાડા વિસ્તારમાં વોટર સપ્લાય ફરીથી શરૂ કરી દેવાયો છે. પાણી ભરાવાના કારણે પાણીનો સપ્લાય બંધ થયો હતો. જેના કારણે અહી મનપા દ્વારા ૩૦ પાણીના ટેન્કરો મોકલાયા હતા. જે વિસ્તારોમાં પાણીનો ભરાવો છે ત્યાં સ્ટેન્ડબાય બોટ મુકવામાં આવી છે.

ગોડાદરામાં ૧૬૪ લોકોનું દિલધડક રેસ્ક્યુ

ગોડાદરામાં કાંગારૂસર્કલ નજીક વિશાળ બિલ્ડિંગો વચ્ચે આવેલી લેબર કોલોની આસપાસ મંગળવારે બપોરે ૨ વાગ્યાથી તબક્કાવાર પાણી ભરાવાનું શરૂ થયું હતું. રાત્રિએ ૧૦ વાગ્યા સુધીમાં ૧૦ ફૂટ પાણી ભરાઇ જતાં ૧૫૦થી વધારે લોકો ફસાયા હોવાનો કોલ કોન્ટ્રાક્ટર દ્વારા ફાયરબ્રિગ્રેડ તંત્રને કરાયો હતો. સ્થાનિક સ્થિતિનો ચિતાર મેળવતાં કોઇ પણ પ્રકારે અહીં પહોંચી શકાય એમ ન હોવાનું પ્રાથમિક તબક્કે માલૂમ પડયું હતું. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં નિરિક્ષણ-રાહત કામગીરી માટે મૂકાયેલા પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાંબાગ ઝમીર તુરંત હરકતમાં આવી ગયાં હતાં. તેમજ ફસાયેલાઓને બહાર કાઢવા ૩ ચોપર હેલિકોપ્ટરની માગણી સુદ્ધાં રાજ્ય સરકાર પાસે કરી દેવાઇ હતી અને તેના પર મંજૂરીની મ્હોર મારી દેવાઇ હતી. જાે કે, ફાયર અને એનડીઆરએફની ટીમે બોટ થકી હેમખેમ કોલોનીમાં જવાનો રસ્તો શોધી કાઢયો હતો. તેમ છતાં રાત્રિએ અંધારામાં ફસાયેલાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. પહેલી બોટમાં ૭ જેટલી મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ તબક્કાવાર ૮ જેટલી બોટ મોકલીને કુલ ૧૬૪ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution