લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, સપ્ટેમ્બર 2026 |
2772
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર એવા બસોહલીના હટ્ટ મસ્કા વિસ્તારમાં સ્થિત સેવા-II હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના CISF કેમ્માં મંગળવારે સાંજે સાતકલાકે ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે.
સુરક્ષા કેમ્પમાં ફરજ બજાવતા સીઆઈએસએફ જવાનો વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થયા બાદ ૨૦૦૯ બેચના એક હેડ કોન્સ્ટેબલે ગુસ્સામાં આવી પોતાની સર્વિસ રાઈફલ વડે સાથી જવાનો પર તાબડતોબ ગોળીબાર કરી દીધો હતો. આ અંધાધૂંધ ફાઈરિંગમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ચાર CISF કર્મીઓના કરુણ મોત નિપજ્યા છે. ગોળીબારની આ ઘટનામાં જીવ ગુમાવનારા સુરક્ષાકર્મીઓની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, સબ-ઈન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમાર તરીકે થઈ છે. આ તમામ જવાનો સેવાII હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત હતા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમને બચાવી શકાયા નહોતા.અચાનક થયેલા ફાઈરિંગના કારણે કેમ્પમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બસોહલી પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે ગોળીબાર કરનાર આરોપી હેડ કોન્સ્ટેબલની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. ઝઘડાનું મૂળ કારણ શું હતું અને કયા સંજાેગોમાં સર્વિસ રાઈફલમાંથી ફાઈરિંગ કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે તપાસ અનેપુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.