/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એમ.કે.અમીન કોલેજ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત ચાર જગ્યાઓ સીલ :પાણીનાં જાેડાણ કપાયાં

પાદરા : પાદરા માં ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર, એમ.એસ.યુની ની પાદરા ખાતે ની એમ.કે.અમીન કોલેજ, પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ સહિત અન્ય એક ખાનગી શાળા મળી ચાર જગ્યાએ ફાયર વિભાગ વડોદરા દ્વારા લાલ આંખ કરી હતી. ચારેય જગ્યાએ સિલ મારી નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા ફાયર વિભાગે અચાનક રજાના દિવસે સીલ મારવાની કામગીરી કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો વરસતા વરસાદમાં કાર્યવાહી કરતા વહીવટી તંત્ર માં પણ દોડધામ મચી જવા પામી હતીપાદરા વહીવટી તંત્ર દ્વારા જીવન સુરક્ષાના સાધનો રાખવા માટે જ્યારે અન્ય શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારે અન્ય મોટી બિલ્ડીંગ ધરાવતા તેમજ શાળા તેમજ કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ફાયર વિભાગ દ્વારા પાદરા નગર તેમજ તાલુકા વિસ્તારમાં આવેલ કંપનીઓ માં પણ તપાસ કરી આ રીતે કામગીરી કરવામાં આવે તો ગણી ક્ષતિઓ બહાર આવે તેમ છે. પાદરા માં જીવન સુરક્ષાના સાધનો રાખવા માટે વારંવાર સમયાંતરે નોટિસ બજાવવા આવી હોવા છતાં એમ.કે.અમીન, પાદરા સામુહિક કેન્દ્ર, નગર પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ સહિત ૧ ખાનગી શાળાને નોટિસ બજાવવા છતાં ફાયર ને લગતા સાધનો ઉપલબ્ધ નહિ કરાતા આજે ફાયર વિભાગે કાર્યવાહી કરી હતી આજે સાંજે પાલિકાની ફાયર ટીમ ને સાથે રાખીને કુલ ૩ ગાડીમાં ૧૦ જેટલા અધિકારીઓએ સીલ મારવાની કામગીરી હાથ ધરી હતીકોરોના કાળ બાદ હવે શાળા કોલેજાે શરુ કરાઈ છે ત્યારે શાળા- કોલેજ માં શીલ મારવામાં આવ્યું છે ત્યારે હવે ફાયર એન.ઓ.સી ને લઇ વિદ્યાર્થીઓના ભાવી સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે તેવીજ રીતે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સામાન્ય દર્દી નું શું થશે ? ફાયર સેફટી ના સાધનો નહિ રાખનારમાં પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ બાકાત નથી. વારંવાર જીવંત સુરક્ષા ના સાધનો રાખવા માટે સમયાંતરે નોટિસો બજાવવામાં આવી હોવા છતાં પણ સરકારી દવાખાના દ્વારા કોઈ નોટિસ ધ્યાન પર ન લેતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરતા સરકારી દવાખાના સામે પણ કાર્યવાહી કરવામાં આવી પરંતુ એક માત્ર સરકારી દવાખાનું અને ૨૪ કલાક સારવાર થી ધમધમતું હોવાથી તેઓ ની જાહેર તબીબી સેવા માં ઇમરજન્સી સેવો ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે ત્યારે જન આર્શીવાદ અને મેળાવડા કરતી સરકાર અને તેઓ ના શાસન કર્તા નગર પાલિકા ના સતાધીશો ને સણસણતો તમાચો છે કે મોટા ખર્ચા બેનરો અને હોડીગ્સ પાછળ કરતા હોય તો પાલીકા સંચાલિત કે.કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ માં ફાયર સેફટી ના સાધનો કેમ લગાડવામાં આવ્યા નહિ ? ત્યારે ભાજપ ના શાશનકર્તા ઓ ને શરમ થી ડૂબી જવું જાેઈએ તેમ નગર માં ચર્ચાએ જાેર પકડ્યું છેફાયર સેફટી ના સાધનો નહિ હોવા થી વડોદરા ફાયર વિભાગ દ્વારા સમયાંતરે વારંવાર નોટિસો આપવા છતાં પણ એમ.એસ.યુનિવર્સિટી ની પાદરા ફેકલ્ટી એ અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ ની સુરક્ષા માટે કાંઈ વિચાર્યું જ નહીં વિદ્યા નું જ્ઞાન આપતી સંસ્થા માં જ સુરક્ષા ના સાધનો નહી લગાડતા હોવાથી આજે ફાયર એન્ડ ઈમરજન્સી સવિસ વડોદરા ની ટીમ દ્વારા પાદરા કાર્યવાહી કરવા પહોંચી હતી. વારંવાર પાદરા ખાતે આ ચાર સંસ્થાઓને મૌખિક તેમજ લેખ્ત રજૂઆત કરેલ હતી તેમ છતાં ફાયર ને લગતા કોઈ સાધનો ઉપલબ્ધ નહિ કરાતા અને કોઈ જવાબ ન મળતા આજે રૂબરૂ આવી પાલિકા ચીફ ઓફિસર ને સાથે રાખી સીલ મારવામાં આવેલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution