રાજકોટ, માલવીયા ચોક પાસે એક બાઇક ચાલક સાથે સીટી બસનો ચાલક રસ્તા પર માથાકૂટ કરતો હતો ત્યારે ત્યાં ટ્રાફિકજામ થતા તે જ સમયે યુનિવર્સિટીથી ત્રિકોણબાગ રૂટની બસ આવતા તેના ડ્રાઇવર વિજય કાપડ બસ નીચે ઉતરી ત્યાં કયા કારણે ટ્રાફિક થયો છે..બાઇક ચાલક અન્ય સીટી બસના ચાલક સાથે માથાકૂટ કરતો હોય એ દ્રશ્ય જાેતા જ તેનો પીતો ગયો હતો અને ત્યાં ઝઘડી રહેલા બાઇકના ચાલક સાથે માથાકૂટ કરી તેને જાહેરમાં જ ફડાકા ઝીંકી મારમારવા લાગ્યો હતો.આ જાેઈ ત્યાં હાજર અન્ય લોકોએ તેને છોડાવ્યો હતો અને તેને મારકુટ ન કરવા સમજાવ્યો હતો.જાેકે તેને છૂટો પાડ્યો ત્યારે પણ ઉગ્ર થઈને ગાળો બોલતો હતો.ત્યારબાદ એ ડિવિઝન પોલીસના પીઆઇ જાેશી અને સ્ટાફે જાહેરમાં મારકુટ કરતા સીટી બસના ડ્રાઇવરની અટકાયત કરી પોલીસ મથકે લાવી તેની કાયદાનું ભાન કરાવ્યું હતું.આ બનાવમાં અન્ય એક શખ્સ પણ બાઇક ચાલક સાથે માથાકૂટ કરતો હોય જે દિવ્યેશ ઘનશ્યામ માલણની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ અંગે પોલીસે બંને સામે બખેડાની કલમ ૧૬૦ હેઠળ કાર્યવાહી કરી હતી.