અમદાવાદ-

રાજ્યમાં તહેવારોમાં લોકોને અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત કરી હતી જેમાં ગુજરાત એસ ટી ને બમણી આવક થઈ છે. કોરોના કાળ બાદ ગુજરાત એસ ટી એ રફતાર પકડી છે અને ધીરે ધીરે 50 ટકા પેસેન્જરની કેપેસિટી થી ચાલુ કરી હતી અત્યારે એસ ટી 75 ટકા કેપેસિટી સાથે દોડી રહી છે. તહેવારોમાં એસ ટી એ સારી એવી આવક કરી છે. 22 કરોડ જેટલી માતબર આવક એસ ટી એ કરી છે.

રાજ્યમાં તહેવારો લોકો એ મન મૂકીને માણ્યા છે અને આ તહેવારોમાં ટ્રાસ્પોટેશન ની સેવા માં વધારો કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત એસ ટી ને પણ વધુ આવક થઈ છે. રક્ષાબંધનનું પર્વ એસટી નિગમ ને ફળ્યું છે રક્ષાબંધન ને લઈને એસટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેથી એસટી નિગમને ૨૨ કરોડ ,૨૩ લાખ નો મોટો ફાયદો એસ ટી નિગમ ને થયો છે છેલ્લા ત્રણ દિવસમાં બમણી આવક એસટી નિગમની થઇ છે કોરોનાકાળ બાદ પ્રથમવાર એસટી નિગમને નફો થયો છે. .કોરોના કાળમાં થંભી ગયેલા એસટીના પૈડા ધીરે ધીરે રફતાર પકડી રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં પેસેન્જરની અવર જવર ને લીધે એસ ટી નિગમને મોટો ફાયદો કરાવ્યો છે ત્યારે રક્ષાબંધનના પર્વની જેમ આગામી તહેવારમાં પણ એસટી બસોનું આયોજન થશે નોંધનીય છે કે રક્ષાબંધન ના પર્વના બીજા દિવસે પણ પરત ફરનાર મુસાફરોનો એસટી સ્ટેન્ડ પર મોટો ધસારો જોવા મળ્યો છે. આ વિષે વાત કરતાં એસ ટી નિગમના કે ડી દેસાઇ એ જણાવ્યુ હતું કે કોરોના કાળ બાદ એસ ટી એ સારી એવી આવક કરી છે. તહેવારો શરૂ થતાંની સાથે જ લોકોની ઘસારો જોવા મળ્યો તહેવારો પહેલા અને તહેવારો પછી પણ લોકો ની એસ ટી ડેપો ખાતે ભીડ જોવા મળી હતી. રક્ષાબંધન, સાતમ અને આઠમના તહેવારોમાં અલગ અલગ જગ્યાઓ પર બસો વધારે દોડવામાં આવી હતી જેમાં પંચમહાલ, ગોધરા, બરોડા સુરત, નવસારી અને રાજસ્થાન તરફ થી બસોમાં પણ ભારે ભીડ હતી. કોરોના પહેલી અને બીજી લહેર બાદ આટલી ભીડ જોવા મળી હતી. એસ ટી એ પહેલા જેવી રફતાર જોવા મળી છે અને આવક પણ સારી એવી થઈ છે.