/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

૧ સપ્ટેમ્બરથી યુનિ. હોસ્ટેલમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે

વડોદરા, તા. ૨૨

ગત પંદરમી ઓગસ્ટ નારોજ દારુની મહેફીલ માંણતા વિદ્યાર્થીઓની વાલી સમક્ષ તપાસ તેમજ પુછપરછનો સિલસિલો હજુ યથાવત છે ત્યારે ફરી અન્ય વિદ્યાર્થીઓ આ પ્રકારનું દુષણ ન કરે તે માટે યુનિ.હોસ્ટેલના ચિફ વોર્ડનની અધ્યક્ષતામાં સાંજે એક મીટીંગ યોજવામાં આવી હતી. હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે વિવિધ નિયમો બનાવીને પહેલી સપ્ટેમ્બરથી તેના અમલીકરણ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિયમના અમલીકરણ પૂર્વે જે – તે હોસ્ટેલના વોર્ડન લોબી પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે મિંટીગ યોજશે.

હોસ્ટેલના ચિફ વોર્ડનની અધ્યક્ષતામાં તમામ હોસ્ટેલના વોર્ડન , સિક્યોરીટીના વડા . સ્ટાફ તેમજ વિજીલન્સના વડા સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં હવે તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત પણે હોસ્ટેલનું આઈકાર્ડ સાથે રાખવું પડશે , વિદ્યાર્થીઓના મિત્ર કે અન્ય કોઈ વ્યક્તિ મળવા આવ્યું હોય તો વીઝીટર બુકમાં ફરજીયાત એન્ટ્રી કરવાની રહેશે. તે ઉપરાંત જાે કોઈ વિદ્યાર્થી સ્વીગી – ઝોમેટો પરથી ફૂડ મંગાવે છે તો તેને પહેલાં શું મંગાવ્યુ છે તે જણાવું પડશે અને તે જ છે કે કેમ તેની તપાસ પણ સિક્યોરીટી કરશે, કોઈ પણ વિદ્યાર્થીનું બેગ સિક્યોરીટી સ્ટાફ તપાસી શકશે. વિવિધ સેન્સેટીવ પોઈન્ટ પર સિક્યોરીટી ગાર્ડ ૨૪ કલાક તૈનાત રહેશે તે ઉપરાંત જાે કોઈ વિદ્યાર્થીને મળવા ચાર થી પાંચ લોેકો એક સાથે આવે તો તે માટે અગાઉથી વોર્ડનની મંજૂરી મેળવવાની રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution