ભારતીયો માટે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જેવી સ્થિતિઃ રેપર કિંગ
09, ઓગ્સ્ટ 2024 1386   |  

ભારતીય સિંગર્સ બહુ ઝડપથી ઈન્ટરનેશનલ લેવલે ખ્યાતિ મેળવી રહ્યા છે, જેમાં દિલજિત દોસાંજ મોખરે છે. યુવા પેઢીના ફેવરિટ રેપર કિંગે દિલજિત દોસાંજ સહિત અન્ય સિંગર્સની વધી રહેલી પ્રતિષ્ઠા બાબતે આનંદ વ્યક્ત કર્યાે હતો. આ સાથે ભારતીયોની માનસિકતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમના માટે દેશી આર્ટિસ્ટ ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી સ્થિતિ છે. ભારતમાં લોકલ ટેલેન્ટના અવમૂલ્યન અંગે વાત કરતાં કિંગે કહ્યું હતું કે, લોકોના મન સાથે જાેડાઈ શકે તેવા આર્ટિસ્ટ હંમેશા પસંદ થાય છે. જાે કે ભારતીયો પાશ્ચાત્ય સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે અને વેસ્ટમાંથી આવે તે બધું બેસ્ટ લાગે છે. ભારતીય કલાકારોને તેઓ ઘર કી મુર્ગી દાલ બરાબર સમજે છે. જન્મથી જ વેસ્ટર્ન આર્ટિસ્ટ ચડિયાતા હોવાની માન્યતા ઘર કરી ગઈ છે. આપણે આપણા પોતાનાં જ લોકોને વખોડવામાં સમય લગાડતા નથી. નાની ભૂલો માટે પણ તેમની ટીકા કરીએ છીએ, પરંતુ કંઈક સારું હોય ત્યારે વખાણ કરવામાં કંજૂસી રાખીએ છીએ. અર્પણકુમાર ચંદેલ ગીતો લખવાની સાથે રેપર છે અને યંગ ઓડિયન્સ તેને કિંગ તરીકે ઓળખે છે. ૨૦૧૯માં એમટીવી હસલથી તેણે કરિયર શરૂ કરી હતી. બાદમાં દેશના અનેક ખ્યાતનામ રેપર જાેડે તેમે પરફોર્મ કરેલું છે. હાલ કિંગ અને રેપર એમસી સ્ટેન સાથે કામ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution