ઈરાનમાં શાળા પર થયેલા હુમલામાં ૧૬૦ બાળકીઓનાં મોત દફનાવવા માટે ત્નઝ્રમ્થી કબરો ખોદી!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2026  |   5148


ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભયાનક દોરમાંથી પ્રવેશી ચૂક્યું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા-ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં દક્ષિણ ઈરાનના હોર્મોઝગાન પ્રાંતની એક ગર્લ્સ સ્કૂલ પણ નિશાન બની હતી, જેમાં ૧૬૦ વિદ્યાર્થિનીના મોત થયા છે. આ હુમલા બાદ સ્થાનિક તંત્રે હેવી મશીનોથી એકસાથે ૧૬૦ કબર ખોદી હતી. ઈરાની મીડિયાએ સેટેલાઈટ તસવીરો રજૂ કરીને આ દાવો કર્યો છે. તસવીરમાં જાેઈ શકાય છે કે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકીઓને દફનાવવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરીને કબરો ખોદવી પડી હતી. ઈરાને શેર કરેલી આ તસવીરોમાં આકાશમાંથી લેવાયેલા દ્રશ્યોમાં લાઈનબદ્ધ ખોદાયેલી કબરો જાેઈને કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે. શરૂઆતમાં આ હુમલામાં ૩૦ જેટલી બાળકીઓના મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ કાટમાળ હટાવતા

મૃત્યુઆંક વધીને ૧૬૦થી વધુ પહોંચી ગયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution