ગુજરાતમાં ચોમાસા સિઝનનો 90 ટકા જેટલો વરસાદ થઈ ગયો
01, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   3069   |  

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 55 ઈંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ થી મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સરેરાશ 31.50 ઈંચ સાથે સિઝનનો 90 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.જોકે, ચાલુ ચોમાસાની સિઝનના પ્રારંભમાં જૂનમાં સૌથી વધુ 12 ઈંચ, જુલાઇમાં 10 ઈંચ જ્યારે ઓગસ્ટમાં 9.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યના 48 તાલુકા એવા છે, જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 10 જિલ્લામાં 100 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યનાં વિસ્તાર મુજબ વરસાદનાં આંકડા જોતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઈંચ, સૌરાષ્ટ્રમાં 25 ઈંચ અને કચ્છમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મોસમના સરેરાશ કરતાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
જોકે, જિલ્લાના સરેરાશ વરસાદ સામે થયેલા વરસાદ જોતાં વલસાડમાં સૌથી વધુ 84 ઈંચ, ડાંગમાં 72 ઈંચ અને નવસારીમાં 66 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો સરેરાશ 16 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 110 ઈંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઈંચ મેઘમહેર થઈ છે.
ગુજરાતના 48 તાલુકામાં 40 ઈંચથી વધુ 140 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદ હજુ 5 થી 10 ઈંચ વચ્ચે વરસ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution