ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2021  |   1980

ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution