લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026 |
2178
આશરે સાત વર્ષ પૂર્વે પાલિકા પ્રમુખ કાન્તીભાઇ ચાવડાએ પાલિકા કચેરીને બાર કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવા રાજ્ય સરકાર માં રજૂઆત કરી હતી.પરંતુ યેનકેન પ્રકારે તેને નામંજૂર કરવાના ખેલ રચાયા બાદ ગતવર્ષે કરમસદ આણંદ મનપા બનતાં મનપા કચેરીના રિનોવેશન પાછળ ૧૧ કરોડના ખર્ચ થયાની ચોંકાવનારી વિગત શહેરના જાગૃત નાગરિક હર્ષીલ દવે ને મળતા મસમોટા વહીવટી ખેલ રચાયા ની આશંકા વ્યક્ત કરી આટલા ખર્ચમાં તો અત્યાધુનિક કચેરી નું નિર્માણ થઇ શકે નો પરપોટો ફોડતાં મનપા કચેરીનું વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર આશરે સાત વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા આણંદ પાલિકા ને મહાપાલિકા નો દરજ્જાે આપવા પ્રક્રિયા હાથ ધરતાં સ્થાનિક વિરોધ ઉઠતાં તે સમયના પાલિકા પ્રમુખ કાન્તીભાઇ ચાવડાએ બાર કરોડના ખર્ચે પાલિકા અત્યાધુનિક કચેરી નિમૉણ માટે સરકારમાં રજૂઆત કરી હતી.
જેને યેનકેન પ્રકારે નામંજૂર કરાતાં ગતવર્ષે કરમસદ આણંદ મનપા બનતાં કચેરી ના રિનોવેશન કરવામાં આવતાં તેની પાછળ અધધધ ૧૧ કરોડના ખર્ચ થયાની માહિતી શહેરના જાગૃત નાગરિક હર્ષીલ દવે ને મળતા આશ્ચર્ય વ્યક્ત કરી આટલી રકમમાં તો અત્યાધુનિક મનપા કચેરી નિમૉણ થાય તેવી શક્યતા સેવી મસમોટા મલાઇ વહીવટના ખેલ રચાયા ની આશંકા વ્યક્ત કરી ભ્રષ્ટાચાર નો પરપોટો ફોડતાં મનપા કચેરીનું વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.