લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026 |
1485
નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દિવસ દરમિયાન કરવામાં આવતા ચેકિંગની સાથે રાત્રિના સમયે પણ ખાણીપીણીનાં બજારોમાં સઘન તપાસ કરવા હેલ્થ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન રસ્તાઓ પર ઊભાં થતાં ખાણી-પીણીના બજારોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજેયલી બેઠકમાં લેવાયેલી ર્નિણયોની માહિતી આપતા ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે . બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ, જાહેર આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જનતાનગર ઓવરબ્રિજ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં ફાટકમુક્ત અભિયાનના ભાગરૂપે અમદાવાદના ગોતા વોર્ડમાં જનતાનગર ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયો હતો.આ અંગે વૈકલ્પિક ટ્રાફિક મેનેજમેન્ટના ઉપાયો અને જંક્શન ઈમ્પ્રુવમેન્ટ, વન-વે સિસ્ટમ, સિગ્નલ ઓપ્ટીમાઈજેશન જેવા વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવાની સૂચના આપવામાં આવી છે. જરૂરી વિગતો એકત્રિત કરીને ફરીથી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે તે માટે હાલ આ દરખાસ્ત પરત કરવામાં આવી છે.