નવસારી, જલાલપોરમાં ભારે વરસાદથી સાગરા-મીરજાપુર વચ્ચેનો પુલ તૂટ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   3564

મંગળવારે નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે જલાલપુર તાલુકાના સાગરા ગામથી મીરજાપુર તરફ જતો લો-લેવલ બ્રિજ ધરાશાયી થયો છે. ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં આ વર્ષો જૂનો પુલ ટકી શક્યો નહોતો અને તૂટી પડ્યો હતો. સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ મામલે જલાલપોર તાલુકા પંચાયતના એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ પુલ વર્ષો જૂનો હતો અને હાલમાં પણ વપરાશમાં હતો. પરંતુ ભારે વરસાદના કારણે આવેલા પાણીના પ્રવાહ સામે તે ટકી શક્યો નહીં અને તૂટી પડ્યો છે. હાલ પુલ ધરાશાયી થવાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. તંત્ર દ્વારા હવે આ પુલના સમારકામ કે નવા નિર્માણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution