/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આગામી ચાર દિવસની ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર,ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. સારા વરસાદને લઈ ખેડૂતોમાં હાલ ખુશીની લાગણી જાેવા મળી રહી છે. દરમિયાનમાં હવામાન વિભાગે ફરી એકવાર આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી ૨૬ તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમા ૧૮૩ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં પંચમહાલ, વલસાડ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજયમાં આગામી ૪ દિવસ વરસાદી માહોલ જાેવા મળશે. પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે ૨૫ અને ૨૬ સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. તા.૨૩મીએ સુધી વરસાદનું જાેર ઘટી જવાની શક્યતા છે. પરંતુ તા.૨૪-૨૫ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution