લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 |
1782
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અશોક ચૌધરીને મોટી રાહત આપી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ બાદ અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. સુનાવણી દરમિયાન કિંજલ રબારીએ પોતે પ્રથમ પતિ સાથે મરજીથી ગઈ હોવાનું અને અપહરણ ન થયું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. મળતી વિગતો અનુસાર, કિંજલ રબારીએ સમાજની મરજી વિરુદ્ધ જઈને અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, તારીખ ૨ મે ૨૦૨૪ના રોજ પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા. જાેકે, તારીખ ૧૨મી ઓગસ્ટના રોજ પરિવારે કિંજલ રબારીના લગ્ન ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે કરાવી દીધા હતા. આ સાથે જ કિંજલના પહેલા લગ્નના છૂટાછેડાનો કેસ રાધનપુર ફેમિલી કોર્ટમાં ચાલુ હોવા છતાં ફરી લગ્ન કરાવતા લગ્ન અને કોર્ટ કેસને લઈને નવા સવાલો ઊભા થયા છે.સમગ્ર વિવાદને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે રવિવારે બપોરે કિંજલ રબારી અને મુકેશ રબારી અન્ય સગા સાથે ચાંદખેડાના સીબીડી મોલમાં ફિલ્મ જાેવા ગયા હતા. ફરિયાદ મુજબ, મોલની બહાર કેટલાક શખ્સોએ મુકેશને પકડી રાખ્યો હતો અને કિંજલને જીેંફ કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસે મોલ અને આસપાસના ફૂટેજ તપાસ્યા હતા. ફરિયાદી દ્વારા આ ઘટનામાં અશોક ચૌધરી પર શંકા વ્યક્ત કરાતા ચાંદખેડા પોલીસે અશોક ચૌધરી સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જાેકે, આ ચર્ચા અને વિવાદ બાદ કિંજલ રબારીએ પોતે જ પોલીસ કમિશનર કચેરીમાં એક લેટર પાઠવ્યો હતો. તે પત્રમાં તેણે પોતાનું બળજબરીથી અપહરણ થયું ન હોવાનું અને તે પોતાના પહેલા પતિ અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી ગઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. ઉપરાંત પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે બંનેની પરસ્પર સહમતિથી લગ્ન થયા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં કિંજલ રબારી અને અશોક ચૌધરી વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા. આ દરમિયાન બંનેએ પોતે પોતાની મરજીથી સાથે રહે છે તેવી કોર્ટ સમક્ષ સ્પષ્ટ કબૂલાત કરી હતી. જે બાદ કથિત અપહરણ કેસમાં હાઈકોર્ટના આદેશથી અશોક ચૌધરીને મોટી રાહત મળી છે અને તેમની ધરપકડ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. અશોક ચૌધરીને સ્ટે આપતા હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જાે તેમને પોલીસ પ્રોટેક્શનની જરૂર હોય તો તે પણ પૂરું પાડવામાં આવશે.