લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
2376
ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુના અહેવાલને આધારે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ સુઓ મોટોની ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં હવે કામગીરી માટે બાકી રહેલા અંડરપાસના રેટ્રોફિટિંગની સ્થિતિ, નવા અંડરપાસના નિર્માણની પ્રગતિ, સિસ્ટમની અસરકારકતા અને -આધારિત મોનિટરિંગની સ્થિતિ અંગેનો અહેવાલ જૂનાગઢ વન સંરક્ષકના સોગંદનામા સાથે રજૂ કરવાનો ખંડપીઠે આદેશ અપાયો છે. આ સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર પક્ષ તરફથી માહિતી આપવામાં આવી હતી કે જૂન, ૨૦૨૪ દરમિયાન ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહોના રક્ષણ અને અકસ્માત નિવારણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જૂન, ૨૦૨૪ થી જુલાઈ,૨૦૨૬ વચ્ચે ૮ ઉચ્ચ સ્તરીય બેઠકો તથા અન્ય સર્કલ, ડિવિઝનલ અને રેન્જ સ્તરની બેઠકો યોજવામાં આવી છે. સિંહોની અવરજવર પર નજર રાખવા માટે આધારિત મોનિટરિંગ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ, કેમેરા, ઈન્ટ્રૂઝન ડિટેક્શન ડિવાઈસ સિસ્ટમની ટ્રાયલ અને એન્જિનમાં ટ્વિન ન્ઈડ્ઢ હેડલાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવવા માટે ૭૦ જેટલા રેલવે ટ્રેકર્સ રોકવામાં આવ્યા છે અને સિંહો તથા અન્ય પ્રાણીઓને ટ્રેક પરથી સુરક્ષિત ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે ટ્રેક આસપાસની ૩૩.૪ કિલોમીટર એટલે કે આશરે ૧૪.૨૩ હેક્ટરમાંથી વનસ્પતિ અને ઝાડીઓ સાફ કરવામાં આવી છે. જેથી પ્રાણીઓ દેખાઈ શકે.એપ્રિલ, ૨૦૨૬ થી જુલાઈ, ૨૦૨૬ વચ્ચે ૧,૩૫૬ અને કુલ ૫,૯૦૯ કોશન ઓર્ડર જાહેર કરાયા છે. ૯ કાયમી અને લગભગ ૧૦૦ અન્ય મુવમેન્ટ હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૧૫૯થી વધુ લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સને ટ્રેનિંગ અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું છે.