ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલી ઝંડી આપી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, સપ્ટેમ્બર 2026  |   2475

અમદાવાદમાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને નવીન પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદમાં દેશની પ્રથમ એલએનજી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. 

આ સાથે રૂ. ૧,૫૪૨ કરોડથી વધુના વિવિધ રેલવે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલએનજી આધારિત આ ટ્રેનની સૌથી મહત્વની વિશેષતા એ છે કે એક વખત ટેન્ક સંપૂર્ણ ભર્યા બાદ તે અંદાજે ૨,૨૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.દેશની પ્રથમ એલએનજી ટ્રેનને ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજી સાથે તૈયાર કરાઇ છે. ટ્રેનનું એન્જિન એલએનજી, ડીઝલ બંને ઇંધણ પર ચાલી શકે છે. આ પ્રોજેક્ટ હેઠળ ૧,૪૦૦ એચપી ક્ષમતા ધરાવતા બે ડ્રાઇવિંગ પાવર કારને એલએનજી ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીનો ૨,૦૦૦ કિલોમીટરથી વધુનો ફિલ્ડ ટ્રાયલ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.મહેસાણા અને સાબરમતી વચ્ચે આશરે આઠ મહિના સુધી આ ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution