લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026 |
1980
આજે સમગ્ર દેશ મહત્મા ગાંધીને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલી અર્પી રહ્યો છે.ત્યારે બાપુના અત્યંત વ્હાલા એવા બાળકોએ પણ વિશિષ્ટ શૈલીમાં બાપુને આદરાંજલી અર્પી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે બાળકોએ બાપુની પ્રતિમા પાસે નતમસ્તક થઇને તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી નવી પેઢી માટે પણ બાપુના આદર્શો અને કાર્યો એટલાં જ પ્રસ્તુત છે તેનુ આ જીવંત ઉદાહરણ છે.