હું સ્ટ્રીટ ફાઇટર છું, AC રૂમ એક્ટિવિસ્ટ નહીં : ધર્મેન્દ્ર પ્રધાન 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2026  |   2376

ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોમવારે પહેલીવાર સંસદ ભવન પહોંચ્યા, ત્યારે NDA  સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રધાનના ચહેરા પર સ્મિત હતું. હવે આ મામલે પ્રધાને સોમવારે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ નેતા જયરામ રમેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હું સ્ટ્રીટ ફાઈટર છું, AC રૂમ એક્ટિવિસ્ટ નહીં.’ ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જયરામ રમેશે પ્રધાનને કહ્યું કે, ‘આવું તો ચાલ્યા કરે’...તો પ્રધાને તુરંત જવાબ આપીને કહ્યું કે, ‘કંઈ થયું જ નથી’... પ્રધાને એવું પણ કહ્યું કે, ‘I am a street fighter. NO an AC room activist.’ (હું મેદાન પર લડનારો કાર્યકર છું, એસી રૂમમાં બેસીને રાજકારણ કરનારો નેતા નથી) પ્રધાનનું આ નિવેદન એ સંકેત છે કે, ‘તેમનો ઉત્સાહ હજુ પણ ઊંચો છે. તેઓ આગામી જવાબદારી પણ નિભાવવા માટે તૈયાર છે. એવું કહેવાય છે કે, ભાજપ તેમને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી અથવા આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની કમાન સોંપી શકે છે. તેમને ૨૦૨૨માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી બનાવાયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution