ચૂંટણીપંચે કાયદો તોડ્યો તો તમામ ર્નિણયો રોકી દઈશું : SC
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓક્ટોબર 2026  |   2970

સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો. તેમના પર SIR સાથે જાેડાયેલા લગભગ ૧૪ ર્નિણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લેવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આ આરોપો અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે જવાબ જાેયા બાદ જાે ર્નિણયો સંમતિ વિના લેવામાં આવ્યા હોવાનું જણાશે, તો તેમને પાછા ખેંચી શકાય છે. CJI સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે અરજી પર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, CECજ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જાેશી, ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ અને DG (IT)  સીમા ખન્નાને નોટિસ જારી કરી. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ અરજીઓ સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) સાથે સંબંધિત ર્નિણયો અંગે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ૫ ઑક્ટોબરે CEC જ્ઞાનેશ કુમાર સામે કરવામાં આવેલી બે અરજીઓ પર સુનાવણી કરી. આરોપ છે કે જીૈંઇ સાથે સંબંધિત આશરે ૧૪ ર્નિણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લેવામાં આવ્યા હતા. અરજદારોએ આ ર્નિણયો રદ કરવાની, જ્ઞાનેશ કુમાર સામે કેસ ચલાવવાની અને SIR દરમિયાન મતદારોના નામ દૂર કરવાના મામલે SIT જીૈં્પાસની માંગ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની બેન્ચે કહ્યું છે કે ચૂંટણી પંચના ર્નિણયોમાં જાે સર્વસંમતિ ન હોય તો તેના પર રોક લગાવવામાં આવે. બંધારણમાં સુપ્રીમ કોર્ટને CECને સસ્પેન્ડ કરવાની કોઈ સ્પષ્ટ અથવા વિશેષ સત્તા આપવામાં આવી નથી. આર્ટિકલ ૩૨૪ હેઠળ ચૂંટણી યોજવાની અને તેની દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચની છે, પરંતુ પંચના ર્નિણયોની કોર્ટમાં તપાસ થઈ શકે છે. જાે કોઈ ર્નિણય કાયદા અથવા બંધારણની વિરુદ્ધ જણાય, તો સુપ્રીમ કોર્ટ તેના પર રોક લગાવી શકે છે અથવા તેને રદ કરી શકે છે. ઝ્રઈઝ્રને હટાવવાની રીત પણ અલગ છે, આર્ટિકલ ૩૨૪(૫) હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજની જેમ જ મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે.


જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકે સોમવારે આગામી ચૂંટણીઓ પર શંકા વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર પદ પર છે, ત્યાં સુધી ચૂંટણીમાં ભાગ લેવો અર્થહીન છે કારણ કે ચૂંટણીના પરિણામો હવે પહેલેથી જ નક્કી થઈ ગયા હોય છે.પત્રકારો સાથે વાતચીત કરતા દીપકે આક્ષેપ કર્યો છે કે, ભાજપ એવા રાજ્યોમાં પણ જીતી રહી છે જ્યાં મોદી લહેરની ચરમસીમા દરમિયાન પણ તે જીતી શકી ન હતી. મને લાગે છે કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે અને મુક્ત તથા ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત નહીં કરે, ત્યાં સુધી આવી ચૂંટણીઓમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી, કારણ કે વિજેતા અગાઉથી જ નક્કી હોય છે. જ્ઞાનેશ કુમારના ગયા પછી અને SIR ફ્રીઝ થયા પછી જ ખબર પડશે કે ભાજપ વાસ્તવમાં કેટલી બેઠકો જીતે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution