લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
2376
મહુવા રેન્જમાં બોરીયા રાઉન્ડની વેલણપુર બીટના કાર્યવિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાંની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી ખાનગી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેહાબેન આઈ. ચૌધરી તથા મહુવા રેન્જ સ્ટાફે દેવવાસણ તરફથી આવતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન ટેમ્પો અટકાવી આનંદ પલક્ધારી તેમજ ઘનશ્યામ પટેલની અટક કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાં અનામત વૃક્ષ ખેરનાં ૬૭ નંગ લાકડાના ટુકડા, જેનું ઘનફળ ૨.૧૭૯ ઘનમીટર હોવાનું જાણવા મળ્યું હતું. લાકડાં અંગે જરૂરી પાસ-પરમિટ રજૂ કરવામાં ન આવતા વન વિભાગે ટેમ્પો તથા લાકડાનો જથ્થો જપ્ત કરી ખાતાકીય ડેપો ખડપુર માંડવી ખાતે જમા કરાવ્યો હતો.ત્યારે આ વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી મુદ્દામાલ સાથે વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ઇર્હ્લં નેહા ચૌધરી દ્વારા ચાલુ હોવાનું વન વિભાગે જણાવ્યું છે.