લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026 |
2079
સુરતના એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં કારીગરોના હક અને લેબર કાયદાના પાલનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. કારીગરોના કેટલાક આગેવાનોએ સોશ્યલ મીડિયામાં કારખાનેદારો પણ ભારે માછલાં ધોયા અને કારીગરોની તરફેણમાં સુરત કલેક્ટર કચેરી પર મોટો મોરચો માંડવાની જાહેરાત બાદ પાણીમાં બેસી ગયા હતા. કામદાર નેતાઓના આગ્રહને પગલે લેબર વિભાગે એમ્બ્રોઇડરી કારખાનેદારોને નીતિ-નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. તેના જવાબમાં કારખાનેદારોએ પણ લેબર વિભાગના તમામ લાગુ પડતા નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી છે અને આ અંગે તંત્રને લેખિતમાં જાણ કરવાની તૈયારી શરૂ કરી છે.
જાેકે, એમ્બ્રોઇડરી ઉદ્યોગમાંથી મળતી વિગતો મુજબ કારીગરોના હિત માટે શરૂ થયેલી આ લડાઈનું પરિણામ અંતે કારીગરો માટે જ મુશ્કેલીરૂપ બની શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. અત્યાર સુધી કારખાનેદારો દ્વારા કાયદેસરના વેતન ઉપરાંત કારીગરોને મળતી કેટલીક વ્યવહારુ સવલતો હવે નિયમોના કડક અમલના કારણે બંધ થાય તો કારીગરોની વાસ્તવિક આવક અને સુવિધાઓ બંને પર અસર પડી શકે છે.
કારીગરોના હામી બનીને સોશ્યલ મીડિયામાં મોરચો માંડનારા આગેવાનોની પ્રવૃત્તિના કારણે પરિસ્થિતિ ડહોળાઈ હોવાનો આક્ષેપ એમ્બ્રોઇડરી કારખાનેદારોના વર્તુળોમાં થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે કારીગરોના કાયદેસરના હકો આપવા તેઓ તૈયાર છે, પરંતુ જાે તંત્ર તરફથી સતત દબાણ કરવામાં આવશે તો ‘લેબર કાયદાના દરેક નિયમનો કડક અમલ પણ કરાવવામાં આવશે.’ આથી આગામી દિવસોમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં કારીગરો અને કારખાનેદારો વચ્ચેના સંબંધો વધુ ઔપચારિક બનવાની શક્યતા છે. અત્યાર સુધીની વ્યવસ્થામાં મળતી અનૌપચારિક સવલતો ચાલુ રહે કે પછી ‘કાયદામાં જેટલું લખ્યું છે એટલું જ’ વેતન અને સુવિધાઓની વ્યવસ્થા અમલમાં આવે, તેના પર હવે સમગ્ર વિવાદનો આગામી વળાંક ર્નિભર રહેશે. કારખાનેદારોનો સ્પષ્ટ સંદેશ છે કે હકની વાત સાથે ફરજ અને જવાબદારી પણ આવશે. પરિણામે લેબર નિયમોના અમલની લડાઈમાં કારીગરોને કાયદેસર હકો તો મળશે, પરંતુ અત્યાર સુધી મળતી વધારાની વ્યવહારુ સવલતો ગુમાવવાનો જાેખમ પણ ઊભો થઈ શકે છે.