/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શાળામાં દારૂની મહેફિલના ગીતો પર ભૂલકાઓ પાસે ડાન્સ કરાવાયો

વિરપુર વિરપુર તાલુકાની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળામાં વાર્ષિકઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના નાના ભૂલકાઓ ને બિયર અને દારૂની મહેફિલના ગીતો ઉપર તેમજ બેવફા ના ગીતો પર ડાન્સ કરાવામાં આવ્યો હતો “હાથ માં છે વીસ્કી ને આંખોમાં પાણી “બેવફા સનમ તારી બવ મહેરબાની “ગાડી હવે રતનપુર બોર્ડર જવાની “જેવા અનેક ગીતો પર નાના ભૂલકાઓ ને ડાન્સ કરાવવામાં આવ્યો હતો જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો અને સાથે વોટ્‌સઅપ ગ્રુપોમાં લોકોએ રોષ ઠાલવ્યો હતો. વિરપુર તાલુકાના સોશિયલ મીડિયા ગ્રુપોમાં વિડીયો વાયરલ થતા સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે શાળાના સંચાલકો બાળકોને કેવા પ્રકારના સંસ્કાર આપી રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.”બાળક એક કુમળું છોડ છે. શિક્ષક જે દિશામાં બાળકને વાડે તે દિશામાં બાળક વડે. ત્યારે આવા દારૂના ગીતો ઉપર ડાન્સ કરાવતા આવા શિક્ષકો બાળકોને કઈ દિશામાં લય જશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution