ભારતે મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને ૪-૦થી હરાવી પાંચમી જીત નોંધાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2026  |   2772


 ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો, જાપાન પર ૪-૦ થી વિજય મેળવ્યો. દિવસના ત્રીજા અને અંતિમ મેચમાં આ પ્રભાવશાળી પરિણામ સાથે, ટીમ ઈન્ડિયાએ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત મેળવી.

ભારતીય ખેલાડી નવનીત કૌરને સમગ્ર મેચ દરમિયાન વિરોધી ટીમ પર દબાણ જાળવી રાખવા અને ઉત્તમ આક્રમક રમત દર્શાવવા બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ‘ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ટુર્નામેન્ટના લીગ તબક્કામાં અપરાજિત રહ્યા બાદ, ભારતીય ટીમનો આગામી મુકાબલો સેમિફાઇનલ છે, જ્યાં તેઓ ૨૭ નવેમ્બરે સાંજે ૭ વાગ્યે મલેશિયાનો સામનો કરશે. અગાઉ, બુધવારે રમાયેલી અન્ય બે મેચોમાં પણ રોમાંચક પરિણામો આવ્યા હતા. પ્રથમ મેચમાં, મલેશિયાએ ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું હતું અને થાઇલેન્ડને ૪-૦થી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં, ચીને કોરિયાને કઠિન સંઘર્ષ પછી ૧-૦થી હરાવ્યું હતું.મેચની શરૂઆતથી જ, ભારતીય ખેલાડીઓએ આક્રમક વલણ અપનાવ્યું અને જાપાની ડિફેન્સને રિકવર થવાની કોઈ તક આપી નહીં. ભારત માટે ગોલ નોંધાવવાની શરૂઆત લાલરેમસિયામીએ કરી, જેમણે મેચની ૧૧મી મિનિટે શાનદાર ગોલ કરીને ટીમને શરૂઆતમાં લીડ અપાવી.ચાર મિનિટ પછી, ૧૫મી મિનિટે, દીપિકાએ ગોલ પોસ્ટમાં બોલ નાખીને ભારતની લીડ (૨-૦) બમણી કરી. બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો ચાલુ રહ્યો, અને નેહાએ ૨૭મી મિનિટે ત્રીજાે ગોલ કરીને પોતાની ટીમની સ્થિતિ મજબૂત કરી.

ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ ગતિ ઓછી કરી નહીં. ૪૭મી મિનિટે, દીપિકાએ પોતાનો બીજાે અને ટીમનો ચોથો ગોલ કર્યો, જેનાથી જાપાનની વાપસીની આશાઓ પર પાણી ફરી વળ્યું. જાપાની ટીમે સમગ્ર મેચ દરમિયાન ગોલ કરવા માટે સંઘર્ષ કર્યો, અને ભારતે આખરે ૪-૦ના શાનદાર માર્જિનથી જીત મેળવી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution