ભારતને દર વર્ષે ૩૬ થી ૪૦ નવા ફાઇટર જેટની જરૂર : ઍર ચીફમાર્શલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   2475

વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે દેશની સરહદો પર ઊભા થયેલા દ્વિપક્ષીય જાેખમો સામે હવાઈ સંરક્ષણની ક્ષમતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને લાલબત્તી સમાન નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લા દિલે સ્વીકાર્યું હતું કે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા માટે ભારત સરકારે દર વર્ષે ઓછામાં ઓછા ૩૬ થી ૪૦ નવા અત્યાધુનિક લડાકુ વિમાનો (લગભગ બે નવી સ્ક્વોડ્રન) પોતાના કાફલામાં સામેલ કરવા પડશે. વાયુસેનાના વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સંરક્ષણ ખરીદી અને ઉત્પાદન પ્રક્રિયામાં થતો વિલંબ સીધી રીતે દેશની ઓપરેશનલ ક્ષમતાઓને નુકસાન પહોંચાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ટેકનોલોજીમાં વિલંબ એટલે ટેકનોલોજીનો ઇનકાર.” જાે સંરક્ષણ ઉત્પાદનમાં એટલો બધો સમય લાગી જાય કે દુશ્મન દેશો આપણાથી આગળ નીકળી જાય, તો નવી ટેકનોલોજી પણ પોતાનું વાસ્તવિક મૂલ્ય ગુમાવી બેસે છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ સહિત વધી રહેલા સંરક્ષણ અને લશ્કરી સંકલનને વાયુસેના પ્રમુખે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. જાેકે, તેમણે ઉમેર્યું હતું કે માત્ર વિમાનો મેળવી લેવાથી યુદ્ધ જીતી શકાતું નથી; પાકિસ્તાન આ અદ્યતન પ્લેટફોર્મ્સને તેની સમગ્ર લડાઇ પ્રણાલી અને નેટવર્ક સાથે યોગ્ય રીતે એકીકૃત કરવામાં હજુ સક્ષમ નથી. આ સિવાય, સ્ક્વોડ્રનની અછત દૂર કરવા માટે વાયુસેના સ્વદેશી તેજસ માર્ક-૧છ, તેજસ માર્ક-૨, ૧૧૪ વિમાનો માટેના પ્રસ્તાવિત સ્ઇહ્લછ પ્રોગ્રામ અને પાંચમી પેઢીના છસ્ઝ્રછ પ્રોજેક્ટ પર ઝડપી અમલીકરણ ઈચ્છે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution