ભારત દ્વારા અત્યાધુનિક 9 સબમરીનની ખરીદી કરાશે
01, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   4752   |  

એક લાખ કરોડના ખર્ચે ખરીદાશે ,બે મોટી ડીલની તૈયારી

ભારતે સમુદ્રની મહાશક્તિ બનવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર આગામી વર્ષના મધ્ય સુધીમાં 9 સબમરીન ખરીદવાની એક લાખ કરોડ રૂપિયાથી વધુની બે ડીલને અંતિમ સ્વરૂપ આપે તેવી શક્યતાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ડીલ ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો કરશે અને ચીન-પાકિસ્તાન જેવા દેશોની વધતી દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરવામાં મદદ કરશે.

મળથી વિગતો મુજબ ફ્રાન્સ સાથે ત્રણ સ્કોર્પીન સબમરીનની ખરીદીની વાતચીત ચાલી રહી છે. આ સબમરીનનું નિર્માણ સરકારી કંપની મઝગાંવ ડોક લિમિટેડ અને ફ્રાન્સ સંરક્ષણ કંપની નેવલ ગ્રુપ દ્વારા સંયુક્ત કરાશે. સંરક્ષણ મંત્રાલયે આશરે 36000 કરોડ રૂપિયાના આ સોદાને બે વર્ષ પહેલાં જ મંજૂરી આપી દીધી હતી. જોકે, ડીલને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.

ભારતની બીજી મોટી યોજના પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ ડીઝલ-ઈલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીનની ખરીદી કરશે,આશરે 65,000 કરોડ રૂપિયાના આ ડીલ માટે જર્મન શિપ બિલ્ડિંગ કંપની થીસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ સાથે ભાગીદારી થઈ છે. હાલ ભારતીય નૌકાદળના કાફલામાં જૂની સબમરીનો છે, જેથી નૌકાદળ બંને સોદાઓ ઝડપથી પૂર્ણ કરવા ઈચ્છે છે. એકવાર આ ડીલોને અંતિમ રૂપ આપવામાં આવે, ત્યારબાદ સબમરીનની ડિલિવરી કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ છ વર્ષ બાદ મળવાની અપેક્ષા છે. સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી વધારાની સ્કોર્પીન સબમરીન અને 26 રાફેલ નેવી જેટ ખરીદવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોકે, સ્કોર્પીન સબમરીનનો પ્રોજેક્ટ હજુ પણ અટકેલો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution