દિલ્હી-

કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અંતર્ગત નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફીસએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં દેશના GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે. નાણાકીય વર્ષ 2020-21માં નાણાકીય ખાધ કુલ જીડીપી ના 9.3 ટકા રહી હતી. જે નાણાં મંત્રાલયના 9.5 ટકાના સુધારેલા અંદાજ કરતાં ઓછી છે. CAG એ નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારના મહેસુલ ખર્ચનો હિસાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે પાછલા નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ 7.42 ટકા હતી. કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે પણ દેશનો GDP નીચો રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2020-21 દરમિયાન દેશનો GDPમાં 7.3 ટકાનો ઘટડો થયો છે. પણ આ સમાચાર સાથે રાહતની વાત એ છે કે કોરોનાની બીજી લહેરમાં દેશનો જીડીપી વધી રહ્યો છે.