/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

IPL: આજથી બે મેચ રમાશે,બપોરે ૩.૩૦ કલાકે બેંગ્લોર VS રાજસ્થાન

દુબઇ 

આઈપીએલની 13 મી સીઝનમાં શનિવારે બે મેચ રમાશે. પહેલી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.૩૦ વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી મેચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચ દિલ્હી અને કોલકત્તા વચ્ચે રમાશે.આ બંને મેચ અનુક્રમે અબુધાબી અને શારજાહમાં રમાશે.

શનિવારે અબુ ધાબીમાં દિવસની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામ-સામે હશે. આ મેચમાં ઝાકળ ન હોવાથી તેમના માટે તાપ મુખ્ય પડકાર હશે. રાજસ્થાન રોયલ્સ અને આરસીબી બંને અત્યાર સુધીમાં ત્રણમાંથી બે મેચ જીતી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે આઈપીએલમાં માત્ર 10 દિવસ જ બે મેચ રમાશે.જેની શરૂઆત આજથી થશે. 

આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ થઈ છે. રાજસ્થાન 10 મેચ જીતી ચૂક્યું છે અને બેંગલોર 8 મેચ જીત્યુ છે, જ્યારે બે મેચ અનિર્ણાયક રહી હતી.

રાજસ્થાન રોયલ્સે શારજાહ પ્રમાણમાં નાના મેદાન પર તેની પ્રથમ બે મેચ રમી હતી, જેમાં તેમને ખાતરીપૂર્વક જીત નોંધાવી હતી. પરંતુ તેના ખેલાડીઓ દુબઇમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે બદલાયેલા સંજોગોમાં સમાધાન કરવામાં નિષ્ફળ ગયા અને હારનો સામનો કરવો પડ્યો. અબુ ધાબી મેદાન પણ મોટું છે અને રોયલ્સ અહીં દુબઈના અનુભવનો લાભ લેવાનું પસંદ કરશે. 

આ ગ્રાઉન્ડ પર આરસીબીની આ પહેલી મેચ પણ હશે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ શારજાહમાં પોતાનું તીવ્ર વલણ બતાવ્યું, પરંતુ કેકેઆર સામે 175 રનનો લક્ષ્યાંક પણ તેના માટે પર્વત બની ગયો હતો. આજે જોવાનું રહેશે કે કોણ બાજી મારે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution