દુબઈ

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ૯૧૯ પોઇન્ટ સાથે ટોચ પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બીજા નંબરે છે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુનારાત્ને બુધવારે આઇસીસી દ્વારા જાહેર કરાયેલ આઇસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ચાર સ્થાને સુધરી છે. આઈસીસી ટેસ્ટ પ્લેયર રેન્કિંગ લિસ્ટમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેપ્ટન વિરાટ કોહલી પાંચમાં સ્થાને છે.

રીષભ પંત, ન્યુઝીલેન્ડના હેનરી નિકોલ્સ અને રોહિત શર્મા સંયુક્ત છઠ્ઠા સ્થાને છે. વિકેટકિપર-બેટ્‌સમેન પંતે ત્રણ સ્થાન મેળવ્યું છે. ૨૩ વર્ષીય રીષભ પંતે ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન મેળવીને તેની ટૂંકી કારકિર્દીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સક્ષમ વિકેટકીપર બેટ્‌સમેને એમએસ ધોની, સૈયદ કિરમાની જેવા હેવીવેઇટ્‌સ જે કરી શક્યા નહીં તે જ કર્યું. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે વિકેટકીપરે બેટ્‌સમેનોની ટોપ-૧૦ રેન્કિંગમાં પોતાની જગ્યાની પુષ્ટિ કરી હોય.