મુંબઇ

આઇપીએલની આઠમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે પંજાબ કિગ્સને ૬ વિકેટથી માત આપી. પંજાબે ચેન્નાઇ ૧૦૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ચેન્નાઇની ટીમે માત્ર ૪ વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ૨૦૨૧ની આઠમી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ચેન્નાઇની ટીમના મોઇન અલીએ સૌથી વધારે રન (૪૬) બનાવ્યા હતા.

જ્યારે ચેન્નાઇની બોલીંગમાં દિપક ચહરનો તરખાટ જોવા મળ્યો હતો તેણે શરૂઆતમાં જ સારી બોલીંગ કરીને ૪ વિકેટ ઝડપી હતી જેથી પંજાબ માત્ર ૧૦૭ રન કરવામાં જ સફળ રહી હતી. ચેન્નાઇની ટીમની આ પ્રથમ જીત છે. પંજાબ કિંગ્સે આઠમી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૬ રન કર્યા છે. પંજાબના ટોપ-૫માંથી બે બેટ્‌સમેન શૂન્ય રને, એક ૫ રને અને જ્યારે ૨ બેટ્‌સમેન ૧૦ રને આઉટ થઈ ગયા હતા. દિપક ચહરે ૪ ઓવરમાં ૧ મેડન સહિત ૧૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. દિપક બોલિંગે પ્રથમ ૬ ઓવરમાં જ પંજાબને લગભગ મેચની બહાર કરી દીધું. પંજાબ માટે શાહરુખ ખાને ૩૬ બોલમાં સૌથી વધુ ૪૭ રન કર્યા હતા.

આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૨૪ મેચ રમવામાં આવી છે, જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૫ મેચમાં જીત મેળવી છે જ્યારે પંજાબ કિંગ્સે ફક્ત ૯ મેચ જીતી છે. ૨૦૧૫થી ચેન્નાઇએ આઠ મેચોમાં પંજાબ કિંગ્સને છ વખત પરાજય આપ્યો છે