11, ઓગ્સ્ટ 2025
ગાઝા સીટી |
4554 |
ગાઝા હ્યુમેનેટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ
ગાઝા પટ્ટીમાં મદદની માંગ કરી રહેલા 26 પેલેસ્ટિયનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.બીજી તરફ ઇઝરાયેલમાં ઇઝરાયેલી બંધકોના પરિવારજનોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પેલેસ્ટાઇનમાં સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારવાની યોજનાનો વિરોધ કરવા માટે હડતાળ શરૂ કરવાની અપીલ કરી છે.
ભૂખમરાને કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 100ને પાર થઇ ગઇ છે. આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ જણાવ્યું છે કે ઇઝરાયેલ પાસે યુદ્ધ સમાપ્ત કરવા અને હમાસને હરાવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. સમગ્ર વિશ્વમાં નેતનયાહુની યોજનાઓની ટીકા થઇ રહી છે ત્યારે ગાઝા પર અંકુશ મેળવવાની નેતનયાહુની યોજના અંગે યુનાઇટેડ સિકયુરિટી કાઉન્સિલે એક ઇમરજન્સી બેઠકનું આયોજન કર્યુ છે.
મધ્ય ગાઝામાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે ગાઝા હ્યુમેનેટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા સહાય શોધનારા ટોળા તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો.