/
લાગે છે કંગનાને કેસની આદત પડી ગઇ છે,હવે બિહારના તમામ જિલ્લામાં કેસ કરવામાં આવશે

મુંબઇ 

કંગના છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં આવી રહી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા એક્ટ્રેસ કંગના વિરુદ્ધ બિહારના તમામ જિલ્લામાં કેસ કરશે. તેમની એક જૂની ચૂંટણી સભાની તસવીરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો આ તસવીર કોઈ ફની સિંહે સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં દેખાતા નેતાઓને લુટિયન્સ, લિબરલ, જિહાદી, આઝાદ કાશ્મીર, અર્બન નક્સલ, કમ્યુનિસ્ટ તથા ખાલિસ્તાની કહેવામાં આવ્યા હતા. આટલું જ નહીં પોસ્ટમાં તમામ નેતાઓને ટુકડે ટુકડે ગેંગના નવા સ્ટાર કહેવામાં આવ્યાં હતાં.

કંગનાએ તે સોશિયલ મીડિયા પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં રી પોસ્ટ કરી હતી. આ અંગે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ વિરોધ પ્રગટ કર્યો છે. પાર્ટી પ્રવક્તા ફઝલ ઈમામ મલિકે કહ્યું હતું, 'કંગના વિરુદ્ધ પાર્ટી આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરશે. લીગલ ટીમ સાથે ચર્ચા થઈ રહી છે અને બે-ત્રણ દિવસમાં પાર્ટી સંબંધિત તમામ પક્ષો વિરુદ્ધ કેસ કરશે. તમામ જિલ્લામાં પણ કેસ કરવામાં આવે તેવી શક્યતા છે.'

કંગના રનૌત ખેડૂત આંદોલનનો વિરોધ કરીને વિવાદમાં સપડાઈ છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં સામેલ દાદી મોહિંદર કૌરનું નામ લીધા વગર શાહી બાગ પ્રોસ્ટેટમાં સામેલ થનાર બિલકિસ બાનો કહી હતી. આટલું જ નહીં કંગનાએ એમ પણ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે આ 100 રૂપિયામાં મળે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution