મુંબઇ- 

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ આજે, 25 સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ શરૂ કરી છે. રકુલ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે.

સૂત્રોના મતે, રકુલે NCB સમક્ષ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી હતી. રકુલે કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી અને ડ્રગ્સ પેડલર્સ સાથે તેનું કોઈ કનેક્શન નથી. આ ઉપરાંત રિયાએ 2018માં રિયા સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે તે ચેટમાં જે વાત થતી હતી તેમાં રિયાએ તેની પાસે ડ્રગ્સ માગ્યું હતું, કારણ કે રિયાએ તેના ઘરે ડ્રગ્સ મૂક્યું હતું.

રકુલ પ્રીત સિંહ તથા દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને સામસામે બેસાડીને NCB પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે બંનેને જયા સાહાની ચેટ બતાવીને સવાલ કરવામાં આવ્યા હતાં.

 થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી.