‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ ફરીવાર શરૂ કરવામાં આવ્યું હતું. પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે શૂટિંગ અટકાવી દીધું છે. સિરિયલ સાથે સંકળાયેલી પ્રોડક્શન ટીમ તથા તમામ કલાકારોનો હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સેટ પર 30 લોકો હાજર હતાં અને હવે આ તમામનો ટેસ્ટ કરાવવામાં આવશે.

એકતા કપૂરનો સ્ટૂડિયો સીલ કરવામાં આવશે અને આ જ કારણે તેના અન્ય શો પર પણ અસર થશે, તેમ માનવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીનો કહેર વધતો જાય છે.  11 જુલાઈએ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા અભિષેક અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી તથા ભત્રીજી કોરોના પોઝિટિવ આવ્યા.

ત્યારબાદ એક્ટ્રેસ રેશલ વ્હાઈટ પણ કોરોનાનો ભોગ બની હતી. હવે, ‘કસૌટી જિંદગી કે’માં અનુરાગ બનતો પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આટલા 24 કલાકમાં પાર્થ દસમો એવો સેલેબ છેજે કોરોનાની ચપેટમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિરિયલની ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો.

મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહ્યો હતો અને પછી જ તે શૂટિંગમાં કરવા આવ્યો હતો આ વાતને ધ્યાન રાખીને શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું હતું. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કર્યો હતો, જેમાં એરિકા તથા પાર્થ જોવા મળ્યાં હતાં.’ કોરોનાવાઈરસના કહેર વચ્ચે એરિકા આ માહોલમાં શૂટિંગ કરવા માટે તૈયાર નહોતી. જોકે, ટીમે તેને આશ્વાસન આપ્યું હતું કે સેટ પર દરેક સમયે સાવધાની રાખવામાં આવશે.