લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
1386
સોશિયલ મીડિયા પર હાલમાં ધોરણ ૬ ના જનરલ નોલેજના એક પુસ્તકનો વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ પુસ્તકના પાના ફેરવતી વખતે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની પર આપેલા એક વિશેષ પ્રકરણ તરફ ધ્યાન દોરે છે અને મજાકના અંદાજમાં કહે છે, “ભાઈ સાહેબ! પ્રકરણ હૈ ઇન્કા જીકે કા.”
પેજ પર જ્યોર્જિયા મેલોનીની રાજકીય સફર, સંઘર્ષ અને તેમની સિદ્ધિઓ પર વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ ૨૨ ઓક્ટોબર, ૨૦૨૨ થી ઇટાલીના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે અને આ પદ સંભાળનાર તેઓ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે.
પુસ્તકમાં લખેલી વિગતો અનુસાર, મેલોનીનો જન્મ ૧૫ જાન્યુઆરી, ૧૯૭૭ ના રોજ રોમમાં થયો હતો અને તેઓ માત્ર ૧૫ વર્ષની નાની વયે રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે રોમ પ્રાંતમાં કાઉન્સિલર તરીકે સેવા આપીને યુવા કલ્યાણ સંબંધિત પહેલો પર કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૮ માં તેઓ ઇટાલીના યુવા મંત્રી બન્યા હતા, જેનાથી તેઓ દેશના સૌથી નાની વયના મંત્રી બનવાનું બહુમાન ધરાવે છે. ૨૦૧૨ માં તેમણે ‘બ્રધર્સ ઓફ ઇટાલી’ પક્ષની સહ-સ્થાપના કરી અને ૨૦૧૪ માં તેના પ્રમુખ બન્યા હતા.