મુંબઈ

ડાઇવર્સિફાઇડ કંપની આઇટીસીએ માર્ચ ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષના આધારે ૧.૩ ટકાનો ઓછો નફો નોંધાવ્યો હતો. ઉંચા ટેક્સ ખર્ચ દ્વારા કંપનીના નફા પર અસર થઈ છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૩,૭૯૭ કરોડની સરખામણીએ કંપનીએ રૂ. ૩,૭૪૮.૪ કરોડનો એકલ નફો નોંધાવ્યો હતો. આઈટીસીની ઓપરેશન (એક્સાઈઝ ડ્યુટીને બાદ કરતા) ની એકલ આવક ચોથા ક્વાર્ટરમાં ૨૨.૬ ટકા વધીને રૂ. ૧૩,૨૯૪.૭ કરોડ થઈ છે.

એક્સાઇઝ ડ્યુટી સહિતની કંપનીની આવક વાર્ષિક ધોરણે ૨૪ ટકા વધીને રૂ. ૧૪,૧૫૬.૯૬ કરોડ થઈ છે. જે વિશ્લેષકોના અંદાજ કરતા વધારે છે. વિશ્લેષકોના અંદાજ મુજબ રૂ. ૩,૭૬૫ કરોડનો નફો અને આવક (એક્સાઇઝ ડ્યુટી સિવાય) ૧૨,૨૦૦ કરોડ રૂપિયા થશે. 

માર્ચ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ ૭.૪ ટકા વધીને રૂ. ૪,૪૭૩ કરોડ થયું છે અને માર્જિન ૪.૮ ટકા ઘટીને ૩૩.૬ ટકા થઈ ગયું છે. વિશ્લેષકોએ પોલના અંદાજીત રૂ. ૪,૫૮૫ કરોડ અને માર્જિનનો ૩૭.૬ ટકા અંદાજ લગાવ્યો હતો. આઇટીસીનો કુલ ખર્ચ ૩૧.૫ ટકા વધીને રૂ. ૧૦,૦૭૫.૦૩ કરોડ થયો છે. કંપનીના બોર્ડે શેર દીઠ ૫.૭૫ રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.