મુંબઇ

નોમિનેટ થયાના લગભગ 4 મહિના પછી રિચર્ડ ડોકિન્સ અવોર્ડ જાવેદ અખ્તરને મળી ગયો છે. તેનો ફોટો શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ અવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય જાવેદ છે. આ વિકાસવાદી જીવવિજ્ઞાની રિચર્ડ ડોકિન્સના નામે આપવામાં આવે છે. 2003થી અપાતો આ અવોર્ડ સાયન્સ, રિસર્ચ, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ ફિલ્ડની ફેમસ વ્યક્તિને આપવામાં આવે છે, જે જાહેરમાં લોજિકલી ધર્મનિરપેક્ષતાની રક્ષા માટે પ્રયત્ન કરે છે.

શબાનાએ ફોટો શેર કરીને લખ્યું , જાવેદ તેમના રિચર્ડ ડોકિન્સ 2020 અવોર્ડ સાથે. અખ્તર અને રિચર્ડ ડોકિન્સે શનિવારે અવોર્ડ પર એક વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમ્યાન એબીજા સાથે વાત કરી હતી. નોમિનેશનના સમાચાર આવતા જ શબાનાએ જૂન 2020માં કહ્યું હતું, 'હું ઘણી ખુશ છું. હું જાણું છું કે રિચર્ડ ડોકિન્સ જાવેદ માટે પ્રેરણા આપનારા નાયકની જેમ રહ્યા છે. આ અવોર્ડ એટલે પણ મહત્ત્વ ધરાવે છે કારણકે આજના સમયમાં જ્યારે બધા ધર્મના ધાર્મિક કટ્ટરપંથી ધર્મનિરપેક્ષતા પર હુમલો કરી રહ્યા છે તો આ અવોર્ડ આ મૂલ્યની રક્ષા કરવા માટેના જાવેદના પ્રયત્નોને ઉજાગર કરે છે.

નોમિનેટ થયા બાદ જાવેદે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અવોર્ડ વિશે વિચારી પણ રહ્યા ન હતા. તે ખુદ આ વાતથી અચંબિત છે કે ઓર્ગેનાઈઝર તેની એ વાત સાંભળતા હતા જે તેમણે ઇન્ડિયન પોલિટિક્સ વિશે કહી હતી. જાવેદે રિચર્ડનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનો લેટર મળવો ઘણું સરપ્રાઈઝિંગ હતું.