/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જાણો , વિંડ ચાઇમ્સ માટે કઈ શુભ દિશા અને લટકાડવાની યોગ્ય રીત?

ફેંગશુઈ અને વાસ્તુ બંનેમાં જ વિંડ ચાઇમ્સને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વિંડ ચાઇમ્સમાં પોઝિટિવ એનર્જી હોય છે, જે ઘર-પરિવારમાં લક અને પ્રોગ્રેસ લાવે છે. વિંડ ચાઇમ્સ ઘરમાં હોય કે દુકાન-ઓફિસમાં, જો તેની સાથે જોડાયેલી થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તેના અનેક શુભફળ મળી શકે છે. અહીં જાણો વિંડ ચાઇમ્સ સાથે જોડાયેલી ખાસ વાતો.

વિંડ ચાઇમ્સ સામાન્ય રીતે લાકડા, લોખંડ અને વિવિધ ધાતુના બનેલાં હોય છે પરંતુ તમારા માટે કઇ ધાતુનું બનેલું વિંડ ચાઇમ્સ યોગ્ય રહેશે તે વાત તમારે તેને ક્યાં અને કઇ રીતે લટકાવવું છે તેના ઉપર નિર્ભર કરે છે. ઘરની પશ્ચિમ અને ઉત્તર દિશામાં લટકાવવા માટે ધાતુથી બનેલું વિંડ ચાઇમ્સ યોગ્ય રહે છે જ્યારે પૂર્વ અને દક્ષિણ દિશા માટે લાકડા અને માટીનું બનેલું વિંડ ચાઇમ્સ બેસ્ટ રહે છે. 

જો તમે વિંડ ચાઇમ્સ ઘરની અંદર લટકાવવા માટે લીધું છે તો ધ્યાન રાખો કે, તે ખૂબ જ વધારે મોટું ના હોય. જ્યારે ઘરની બહાર અને મોટાં રૂમમાં લટકાવવા માટે નાની વિંડ ચાઇમ્સ યોગ્ય માનવામાં આવતી નથી.

જો તમારા ઘર અથવા ઓફિસમાં એક જ લાઇનમાં ત્રણ દરવાજા છે તો તમારે 5 રોડવાળું વિંડ ચાઇમ્સ લટકાવવું જોઇએ. તે રોગ અથવા કોઇપણ પ્રકારની આપત્તિઓથી બચાવી શકે છે. વિંડ ચાઇમ્સનું લક તેની ધાતુ સાથે-સાથે તેના અવાજ ઉપર પણ નિર્ભર કરે છે. આજકાલ અનેક નવી-નવી પ્રકારની ડિઝાઇન અને ધાતુઓના વિંડ ચાઇમ્સ ચલણમાં આવી ગયા છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે, પરંતુ તેમાંથી અમુકમાં અવાજ હોતો નથી અથવા કોઇમાં તો કઇંક વધારે જ અવાજ હોય છે. 

વિંડ ચાઇમ્સ તમારા માટે ગુડલક અને ઉન્નતિ લાવે, તો તેના માટે વિશેષ ધ્યાન રાખવું જોઇએ. વિંડ ચાઇમ્સ મીઠા અવાજવાળું હોવું જોઇએ. અવાજ વિનાનું વિંડ ચાઇમ્સ કોઇ કામનું હોતું નથી. વિંડ ચાઇમ્સ અનેક રોડની સંખ્યાવાળું આવે છે. વિવિધ નંબરની રોડવાળું વિંડ ચાઇમ્સ વિવિધ કામ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાની મનોકામના પ્રમાણે જ વિંડ ચાઇમ્સના રોડની સંખ્યા પસંદ કરવી જોઇએ. 

ફેંગશુઈ પ્રમાણે, ઘર-દુકાનનું બેડલક દૂર કરી ત્યાં ગુડલક વધારવા માટે 7 અથવા 8 રોડવાળું વિંડ ચાઇમ્સ લેવું સૌથી સારું માનવામાં આવે છે. ઘરમાં રહેતાં લોકો અથવા દંપત્તિ વચ્ચે પ્રેમ વધારવા માટે તેમના બેડરૂમની બારી પાસે 9 રોડવાળું વિંડ ચાઇમ્સ લટકાવવું સૌથી શુભ માનવામાં આવે છે. ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓને દૂર કરવા માટે અથવા નવી બીમારીઓથી બચવા માટે 5 રોડવાળા વિંડ ચાઇમ્સને ઘર-દુકાનમાં લટકાવવું શુભ રહે છે. ઘર અથવા દુકાનમાં શાંતિ સ્થાપિત કરવા અને કોઇપણ પ્રકારના ક્લેશથી બચવા માટે 2 અથવા 3 રોડવાળું વિંડ ચાઇમ્સ સૌથી શુભ માનવામાં આવે છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution