/
લાફા પ્રકરણ ઃ ડભોઈ પીઆઈને બચાવવા ઈજાગ્રસ્ત વૃદ્ધને આરોપી બનાવાશે?

વડોદરા, તા. ૬

સ્વીટી પટેલ હત્યા પ્રકરણમાં દિશાશુન્ય તપાસ કરી નાક કપાવી ચુકેલી જિલ્લા પોલીસની માનવતા મરી પરવારી હોવાનું વધુ એક વખત સપાટી પર આવ્યું છે. નિવૃત્ત વૃધ્ધ શિક્ષકને પોલીસ મથકમાં લઈ જઈ આડેધડ લાફા મારી જીંદગીભરની શારીરીક ખોડ આપનાર ડભોઈના પુર્વ પીઆઈ જે એમ વાઘેલા સામે કાર્યવાહી કરવાના બદલે જિલ્લા પોલીસે ઈજાગ્રસ્ત વૃધ્ધ જ જાણે આરોપી હોય તેમ ચિતરવાનો પ્રયાસ કરી હુમલાખોર પીઆઈને બચાવી લેવાનો પ્રયાસ કરતા જિલ્લા પોલીસ પર ફિટકાર વરસાવ્યો છે. ડભોઈમાં રહેતા ૬૭ વર્ષીય નિવૃત્ત શિક્ષક જગદીશચંદ્ર પટેલે ગત ૨૮મી જાન્યુઆરીએ ડભોઈના તત્કાલીન પીઆઈ જે એમ વાઘેલાને કાર ધીમ હંકારવાની ટકોર કરતા જ પીઆઈ વાઘેલાએ તેમને પોલીસ મથકે લઈ જઈ તેમના વાળ ખેંચીને બંને ગાલ પર લાફા ઝીંક્યા હતા જેમાં તેમના બંને કાનના પડદા ફાટી ગયા હતા અને આંખોમાં પણ ઈજા થઈ છે. આ બનાવનો ‘લોકસત્તા-જનસત્તા’માં અહેવાલ બાદ જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી કલ્પેશ સોલંકીને તપાસનો આદેશ કર્યો હતો. તપાસ દરમિયાન ન્યાયની આશા રાખી રહેલા જગદીશચંદ્ર અને તેમના પરિવારને સાડા પાંચ મહિના બાદ જિલ્લા પોલીસને કડવો અનુભવ થયો છે. આ બનાવમાં હુમલાખોર પીઆઈ જે એમ વાઘેલા સામે કાર્યવાહી કરવાના બદલે જગદીશચંદ્રને જ ગુનેગાર હોય તેમ ચિતરવાનો પ્રયાસ કર્યો છે.

ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ પોતાના ખાતાના માણસ પીઆઈ વાઘેલાની સ્પષ્ટ તરફેણ કરતા હોય તેમ જગદીશ સોલંકીની સીઆરપીસી ૪૨(૨) મુજબ હેકો મોહનભાઈ વેચલાભાઈએ અટકાયત કરી હતી અને ત્યારબાદ જગદીશચંદ્રએ કરેલા આક્ષેપોને સ્પષ્ટ સમર્થન મળે તેવી હકીકતો જણાઈ નથી તેની નોંધ સાથે જગદીશચંદ્રના હુમલાની અરજી ફાઈલે કરવાનો નિષ્કર્ષ વ્યક્ત કરતા જગદીશચંદ્ર શારીરિક હુમલા બાદ હવે જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી એકતરફી કામગીરીના પગલે માનસિક હુમલાનો ભોગ બન્યા છે. જગદીશચંદ્ર વ્યવસાયે નિવૃત્ત શિક્ષક છે અને ડભોઈ જેવા નાના ટાઉનમાં તે જાણીતા પણ છે અને પોલીસે તેમના નામ સરનામાની પુછપરછ તો કરી જ નથી બલ્કે પીઆઈ વાઘેલાએ હું કોણ છું ? તમે મને ઓળખો છો ? તેમ પુછી દમ માર્યો હતો છતાં જગદીશચંદ્રની ૪૨ (૨) મુજબ કેવી રીતે અટકાયત કરી તે પ્રશ્ન છે. જાેકે જગદીશચંદ્રએ આ બાબતે તાજેતરમાં કોર્ટમાં દાદ માંગી હોઈ કોર્ટ તપાસમાં સત્ય બહાર આવશે.

બોક્સ

ડ્ઢરૂજીઁ કલ્પેશ સોલંકીની તપાસમાં છીંડા

પોતાના ખાતાના માણસોને બચાવવાના આક્ષેપોમાં ઘેરાયેલા ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ જગદીશચંદ્ર પર હુમલાના બનાવ અગાઉ બહુચર્ચિત સ્વીટી પટેલ પ્રકરણમાં તપાસ કરી હતી અને આ ઉપરાંત વાઘોડિયાના પારુલ યુનિ.માં બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીની ઓળખ છતી કરવાના બનાવની પણ તપાસ કરી હતી. જાેકે આ ત્રણેય તપાસ પૈકી અજય દેસાઈ સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને બળાત્કાર પિડિતાની ઓળખ છતી કરવાના બનાવમાં પારુલ યુનિ.ના અધિકારી સામે ૨૨૮ મુજબ ગુનો નોંધાતા પિડીતાએ આ અંગે હાઈકોર્ટમાં દાદ માંગવાની તજવીજ હાથ ધરી છે જયારે જગદીશચંદ્ર પર હુમલામાં કોઈ કાર્યવાહી નહી થતાં આ કેસમાં પણ કોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution