/
શનિ-રવિની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે.પહેલા પાંચ સ્લોટમાં વ્યુઈંગ ગેલેરીમાં ૫૦૦ પ્રવાસીઓનો મર્યાદા હતી જે વધારી ૫૫૦૦ કરવામાં આવી છે.એટલું જ નહીં ટોટલ ૭૦૦૦ પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે.કોરોના કાળમા લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહીત ભારત ભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે.ત્યારે નવા વર્ષમાં શનિવાર રવિવારની રજાઓમાં પ્રવાસીઓ કરફ્યુ મુક્ત કેવડિયામાં આવી રહ્યા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, એકતા નર્સરી પર રજાઓમાં પ્રવાસીઓની મોટી ભીડ જાેવા મળી હતી.ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડયા હતા.જાે કે તંત્રએ કોવિડ ગાઈડલાઈન જાળવવા પૂરે પુરી વ્યવસ્થાઓ કરી હતી પણ પ્રવાસીઓ અંદર ગયા પછી કોવિડ ગાઈડલાઈન જાળવવાનું ભૂલ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીઓએ પણ એવું સ્વીકાર્યું હતું કે હજુ કોરોના ગયો નથી, આટલા વખત લોકડાઉનમાં ઘરમાં બંધ રહ્યા પછી ફરવા નીકળેલા પ્રવાસીઓએ એ ન ભૂલવું જાેઈએ કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન આપણે પોતે જ રાખવાનું છે.સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરી આપણે મોજ શોખ કરવો જાેઈએ અને અન્યને પણ અનુકરણ કરવા કેહવું જાેઈએ. અત્રે ઉલ્લેખનીય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution