વાયનાડમાં ટનલ બાંધકામ સ્થળે ભૂસ્ખલન, ૮નાં મોત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026  |   5643

દેશના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે કેરળના વાયનાડ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલ્લાડી ટનલ બાંધકામ સ્થળે ભૂસ્ખલન થતાં કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હતા. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. વરસાદને કારણે બાંધકામ સ્થળ પર અચાનક માટી અને કાટમાળ ધસી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલત સ્થિર જણાવાયું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution