લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
2475
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાેખમાવવાનો પ્રયાસ કરનારા ચાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. શહેરની શાંતિ ભંગ કરવાના ઈરાદે જાહેર માર્ગ પર આતંક મચાવનારા આ શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, ગત ૨૪ જુલાઈની મધરાતે માદલપુર ગામ નજીક આવેલા જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો. જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ હાથમાં ધોકા અને લાકડીઓ જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી અને તેમના મિત્રને નિશાન બનાવ્યા હતા. આ ટોળકીએ જાહેર માર્ગ પર બિભત્સ ગાળાગાળી કરી ફરિયાદી સાથે મારામારી કરી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મામલે એલિસબ્રિજ પોલીસ મથકે રાયોટિંગનો ગુનો નોંધાતા જ ન્ઝ્રમ્ ઝોન-૭ ની ટીમ હરકતમાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધી, ખાનગી બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. બાતમીના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે કે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ ઘટનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.