/
વડગામમાં બેન્ક ઓફ બરોડાની શાખામાં લેવડદેવડ માટે ગ્રાહકોની લાંબી કતારો

વડગામ : વડગામ તાલુકા મથકે આવેલી બેંક ઓફ બરોડા શાખામાં કોરોનાની મહામારી સમયે પણ લોકોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડે છે.સરકાર દ્વારા હાલની કોરોનાની મહામારી સમયે લોકોને ભેગા થવા ઉપર પાબંદી સાથે રોક લગાવાઇ રહી છે. વડગામમાં લોકોને આ મહામારી ના સમયે પણ લોકોને રૂપિયાની લેવડ દેવડ માટે લાંબી કતારો લાગી રહી છે.દેશના વડાપ્રધાન દેશને ડીજીટલ બનાવાના પ્રયાસ કરી રહ્યા છે. વડગામમાં આવેલ બરોડા બેંકમાં લોકોને પૈસાની લેવડદેવડ માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.સવારથી જ બેંક આગળ લોકોની ભારે ભીડ જામે છે.દેના બેંકને બરોડા બેંક સાથે મર્જ કરવામાં આવી છે. બે બેંકના કામે લોકોની અવર-જવર વધુ રહે છે.દેના બેંકને બરોડા બેંકમાં મર્જ કરતા જેના બેંકના ગ્રાહકોનો પણ આવરો વધી જતાં બરોડા બેંકમાં લોકોની ભારે ભીડ જામતી રહી છે. બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે લોકોને સુવિધાઓ ઝડપી મળે તેવા પ્રયાસો કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution