ગાંધીનગર-

ગુજરાતનાં કુલ 18 હજાર ગામમાંથી 4187 ગામે રસીકરણના પહેલા ડોઝમાં 100% સિદ્ધિ હાંસલ કરી છે. ટકાવારીની દૃષ્ટિએ 23% ગામોમાં પહેલા ડોઝનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે. હાલમાં 18 વર્ષ ઉપરની વયજૂથમાં રસીકરણ થઇ રહ્યું છે. 52% સાથે ગીર-સોમનાથ જિલ્લો સૌથી આગળ છે, જ્યારે 3.86% સાથે ડાંગ સૌથી છેલ્લે છે. છોટાઉદેપુર જિલ્લામાં 357 ગામે આ કામગીરી પૂર્ણ કરી બતાવી છે. ગાંધીનગર જિલ્લો 50%એ પહોંચવામાં જ છે. ડાંગ અને મહીસાગર જિલ્લામાં હજુ આંકડો 10%થી પણ નીચે છે. રાજ્યમાં અત્યારસુધી 5.07 કરોડ રસીકરણ થઇ ગયું છે, જેમાં 3.73 કરોડને પહેલો ડોઝ જ્યારે 1.34 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે. બુધવારે રાજ્યમાં 5.15 લોકોને રસી અપાઈ હતી.