વલસાડ, વલસાડ શહેર માં જરીરીયાત મંદો ના વ્યાજખોરો દ્વારા ખૂબ જ શોષણ થઈ રહ્યા ના ભૂતકાળ માં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ ગેરકાયદે વ્યાજખોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર તંત્ર ની મહેરબાની હોવાને કારણે વ્યાજખોરો ફાટી ને ધુમાડે ચઢ્યા છે અગાઉ પાંચ જેટલા વ્યાજખોરો સામે વલસાડ સીટી પોલીસ મથક માં ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે પરંતુ કોઈક કડક પગલાં ન ભરાતા વ્યાજખોરો દ્વારા જરૂરિયાત મંદો ના થતા શોષણ માં કોઈ જ ઘટાડો થયો નથી. વ્યાજખોર ના ત્રાસ થી ત્રાસી ગયેલ એક યુવકે ઝેર ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું. વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર આવેલ હવેલી ફુટવેરની દુકાનમાં નોકરી કરતો ૪૩ વર્ષીય યુવક . સજાદ અલી સૈયદે વ્યાજખોરો પાસે થી અંદાજે ૬૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા . જે રકમ સમય સર નહી ચૂકવી સકતા. વ્યાજખોરો એ સજાદ અને તેના પરિવાર જનો નું જીવવાનું હરામ કરી નાખ્યું હતું. તેમની પઠાણી ઉઘરાણીથી કંટાળી ને સજાદ એ બે દિવસ અગાઉ ઝેરી દવા પી લીધી હતી પરિવાર જનોએ સજાદ ને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં રવિવારે મોડી રાત્રે તેમનું મોત નીપજતા પરિવારજનો અને તેના મિત્રો દ્વારા પોલીસ સમક્ષ વ્યાજખોરો સામે તાત્કાલિક ગુનો દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ હ્લૈંઇ આરોપીઓ સામે ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. પોલીસ આવી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો અને લાઇસન્સ વગર વ્યાજના પૈસાનો ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકો માં માગ ઉઠી છે.