અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકા નાં નર્મદા કાંઠે આવેલ ખાલપીયા ગામ માં નર્મદા નદી નાં પૂરે તબાહી મચાવતા ભારે નુકશાન થવા પામ્યુ છે. પૂરના તોફાની પાણી ગામ માં ફરી વળતા અનેક કાચા ઝુંપડાઓ ધરાશયી થઇ જતા ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા છે તેમજ ગામમાં પ્રવેશવાના માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાઈ રહેવાના કારણે ગ્રામજનો ને અવરજવર માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે.  

અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ગામો માં પૂરના પાણી ફરી વળતા મોટુ નુકશાન થવા પામ્યુ છે,નર્મદા નદી નાં પૂરના પાણી ઓસર્યા હોવા છતાં હજુ પણ પૂરના પાણી ની અસર કાંઠા વિસ્તારના ગામો માં જોવા મળી રહી છે. અંકલેશ્વરનાં ખાલપીયા ગામ માં પૂર ના પાણી ફરી વળતા અનેક ગરીબ પરિવાર ઝુંપડા ધરાશયી થઇ જવાના કારણે ઘર વિહોણા બન્યા છે,તો કેટલાક પરિવાર ની છત છીનવાઈ જતા મુશ્કેલીમાં મુકાય ગયા છે.

ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર પાણી નો કોઈ નિકાલ ન થતા હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે ગ્રામજનો ને અવરજવર માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.