રાજકોટ-

રાજકોટ પોલીસની કોરોના મહામારીની કામગીરી ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ SKOCH એવોર્ડ મળ્યો હતો. ત્યારે આજે વધુ એક સન્નમાન પ્રાપ્ત થયું છે. રાજકોટ પોલીસની "રાજકોટ ઇ-કોપ" એપ્લિકેશનને ગવર્નન્સ નામનો કેપિસિટી બિલ્ડીંગ કેટેગરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ પોલીસ કર્મીઓ અને અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી હતો. રાજકોટ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી "રાજકોટ ઇ-કોપ" એપ્લિકેશન એક સ્માર્ટ અને પેટ્રોલિંગ અને મોનિટરિંગ સિસ્ટમ છે. જે રાજકોટ પોલીસની પીસીઆર, પેટ્રોલિંગ, નાઈટ પેટ્રોલિંગ, બાઈક પેટ્રોલિંગનું સીધું મોનિંટરિંગ કરે છે. જ્યારે નોકરી પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓનો ઓનલાઈન હાજરીની વિગત પણ આવરી લે છે. જેને રાજકોટ પોલીસના તમામ કર્મીઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સીધા જ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી આ એપ્લિકેશન મારફતે રાજકોટ પોલીસના અધિકારીઓ ગમે ત્યારે ગમે તે સમયે કયો પોલીસ કર્મચારી ફરજ પર હાજર છે અથવા કોણ ફરજ બજાવી રહ્યું છે તે જાણી શકે છે. જ્યારે કર્મચારીઓની ડ્યુટીની કામગીરી પણ ખૂબ જ સહેલાઈથી મેળવી શકે છે. એક રીતે જોવા જઈએ તો આ એપ્લિકેશનના ઉપયોગથી રાજકોટ પોલીસ પણ હવે આધુનિક બની હોય તેવું લાગી રહ્યું છે.